10 ઓગસ્ટ સુધીમાં ફોર્મ ભરી દેવા અનુરોધમોરબી : મોરબી વિસ્તારમાં રહેતા અને સતવારા નવગામ જ્ઞાતિ તરીકે ઓળખાતા સતવારા નવગામ જ્ઞાતિ મોરબી સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા ધોરણ 9 થી કોલેજમાં તેમજ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા હોય અને વર્ષ 2025 માં પરીક્ષા પાસ કરી હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક પુરસ્કાર -ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે. તેથી મોરબી વિસ્તારના સતવારા જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને નક્કી કરેલા કાર્યકરો પાસેથી ફોર્મ મેળવીને 10 ઓગસ્ટ 2025 ને રવિવાર સુધીમાં પહોંચાડી આપવા જણાવ્યું છે.આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તેઓએ પણ ફોર્મ ભરીને જે તે વિસ્તારમાં આવતા હોય તે કાર્યકરોને પહોંચાડી આપવા જણાવ્યું છે. જેમાં માધાપરમાં વિજયભાઈ ડાભી અને જયેન્દ્રભાઈ કંઝારીયા, વજેપરમાં ગોવિંદભાઈ હડિયલ અને તરૂણભાઈ પરમાર, વાઘપરામાં પ્રકાશભાઈ સોનાગ્રા અને કેતનભાઈ પરમાર, માધાપર વાડી વિસ્તારમાં હરિભાઈ કંઝારીયા અને યોગેશભાઈ ડાભી, વજેપર વાડી વિસ્તારમાં દેવજીભાઈ ચાવડા અને ધીરુભાઈ પરમાર, પ્લોટ વિસ્તારમાં મહાદેવભાઈ ડાભી અને ગ્રામ્ય વિસ્તારમાં કિશોરભાઈ કંઝારીયાને ફોર્મ ભરીને 10 ઓગસ્ટ સુધીમાં પહોંચાડી આપવા પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારીયાની યાદીમાં જણાવ્યું છે.