ગામડેથી આવેલા અરજદારો પરેશાન : મામલતદારે કહ્યું હું રજા ઉપર છું, આજે જ આવું બન્યું હશેમાળિયા (મી.) : માળિયા મિયાણા મામલતદાર કચેરી જાણે રેઢી પડ હોય તેમ સવારે 11:30 સુધી કામ શરૂ ન થતા હોય તેવી અરજદરો ફરિયાદ કરી રહ્યા છે. જેને કારણે દૂર દૂરના ગામોથી આવતા અરજદારો અહી પરેશાન થઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. માળિયા મામલતદાર કચેરીમાં આજે સવારે 11:30 સુધી પુરવઠાની બારી ખોલવામાં આવી ન હોવાથી અરજદારો પરેશાન થયા હતા. અરજદારોના જણાવ્યા અનુસાર અહીં 11:30 સુધી કોઈ જવાબદાર નાયબ મામલતદાર હાજર ન હતા. માત્ર કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારી જ હાજર હતા. છતાં પુરવઠાની બારી ખોલવામાં આવી ન હતી. આ અંગે દેવગઢથી આવેલા અરજદાર વસંતબેને કહ્યું કે અત્યારે 11:30 વાગ્યા છે છતાં બારી ખોલવામાં આવી નથી. મારે ઇ કેવાયસી કરાવવાનું છે પણ અહીં કોઈ હાજર નથી. આ અંગે મામલતદાર સી.એચ.પરમારે જણાવ્યું કે હું આજે રજા ઉપર છું. દરરોજ 11 વાગ્યે બારી ખુલી જાય છે અને કામગીરી શરૂ થઈ જાય છે. પણ આજે એવું બન્યું હશે. હું તપાસ કરાવું છું.