દર મહિનાના છેલ્લા રવિવારે દરબાર ગઢ, રામ મંદિર ખાતે 150 જેટલા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું વિતરણ મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચાલતો “ગંગા સ્વરૂપ બહેનો માટે રાશન કીટ વિતરણ પ્રોજેક્ટ” નવા વર્ષ 2025-26 માટે પણ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્લબના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ વિડજા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિને ચાલુ રાખવાનો સંયુક્ત નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દર મહિનાના છેલ્લા રવિવારે દરબાર ગઢ, રામ મંદિર ખાતે 150 જેટલા ગંગા સ્વરૂપ બહેનોને એક મહિના ચાલે તેવી રાશન કીટનું વિતરણ કરવામાં આવે છે. આ કીટ સર્વ જ્ઞાતિના લાભાર્થીઓને પૂરી પાડવામાં આવે છે. આ પ્રોજેક્ટની શરૂઆત ચંદ્રકાંતભાઈ દફ્તરીની પ્રેરણાથી થઈ હતી, અને આજે પાંચ વર્ષ પછી પણ ક્લબ દ્વારા અવિરતપણે આ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. દર મહિને KB બેકરી ખાતે કુતુબભાઈ ગોરૈયા, વિરેન્દ્રભાઈ પાટડિયા, અને તુષારભાઈ દફતરીના માર્ગદર્શન હેઠળ કીટ તૈયાર કરવામાં આવે છે. પ્રોજેક્ટના દિવસે ક્લબના સભ્યો હાજર રહીને આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડે છે. લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આ ઉપરાંત પણ વર્ષ દરમિયાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વધુ માહિતી માટે પ્રમુખ દિનેશભાઈ વિડજા મો.નં. 9925726974, સેક્રેટરી પિયુષભાઈ સાનજા મો.નં. 9909972242 અથવા લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના હેલ્પલાઇન નંબર. 83482 12345 પર સંપર્ક કરવા જણાવાયું છે.