રૂ. 61,000 રોકડા કબ્જે લેવાયા, એક આરોપી નાસી છૂટ્યોમોરબી: મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે હળવદ તાલુકાના દેવીપુર ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી રૂ. 61,000 રોકડા સાથે કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે એક આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના ચરાડવાના મુકેશભાઈ હસમુખભાઈ પટેલ દેવીપુર ગામની સીમમાં કેનાલ કાંઠે આવેલી પોતાની વાડીમાં ગેરકાયદેસર રીતે ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમાડી રહ્યા છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે પંચો અને પોલીસની ટીમ સાથે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસને જોઈને કેટલાક શખ્સો ભાગવા લાગ્યા હતા, જોકે પોલીસે કોર્ડન કરીને ત્રણ શખ્સો મુકેશભાઈ હસમુખભાઈ માકાસણા, જગદીશભાઈ વલમજીભાઈ માકાસણા અને વસંતભાઈ કેશવજીભાઈ માકાસણાને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક આરોપી સંજયભાઈ લાભુભાઈ માકાસણા નાસી છૂટતા તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.