મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના વિદ્યાર્થી વિકાસના અવિરત પ્રયત્નના ભાગરુપે મેનેજમેન્ટ (BBA) વિદ્યા શાખાના વિદ્યાર્થીઓએ વિશ્વવિખ્યાત અને આણંદ ખાતે આવેલી અમૂલ લિમિટેડ કંપનીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંતર્ગત અમૂલ ડેરી- આણંદ અને અમૂલ ચોકલેટ યુનિટ- મોગરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન અમૂલ કંપનીના અધિકારીઓ વિદ્યાર્થીઓની સાથે રહ્યા હતા અને અમૂલ કંપનીની 400થી વધુ અલગ અલગ પ્રોડક્ટના ઉત્પાદન અને વેચાણ અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ સાથે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટના ગુણ વિકસે અને તેઓ એક કાર્યક્ષમ સંચાલક તરીકે ભવિષ્યમાં ઊભરી આવે તે માટે અર્થપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન કોલેજના પ્રાધ્યાપક હિરેન મહેતા, મનહર સુદ્ર, દીપ મણિયાર, પરિધી પિલોજપરા વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા.