તલાટીએ સરકારના પરિપત્ર મુજબ જ કામ કર્યું હોવાનું જણાવી મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળે ધરપકડને ગેરકાયદેસર ગણાવીમોરબી : માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે રહેતા ખેડૂતે બોગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયાના પ્રકરણમાં સીઆઇડીએ ગામના પૂર્વ તલાટી કમ મંત્રીની ધરપકડ કરી છે. જેના વિરોધમાં મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા ડીડીઓ, એસપી અને કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે.આવેદનમાં જણાવાયુ છે કે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના સરવડ ગામના તલાટી કમ મંત્રી ભરતકુમાર દેવજીભાઈ ખોખરની પોલિસ દ્વારા વારસાઇ આંબા બનાવવા બાબતે ધરપકડ કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંક હકપ/૧૦૨૦૧૪/૭૫૬/જ સચિવાલય ગાંધીનગરના તારીખ ૧૪/૦૫/૨૦૧૪ માં સ્પષ્ટ લખેલ છે કે સોગંદનામુ તથા પંચોની ખરાઈ કરી વારસાઈ આંબો કાઢી આપવામાં આવશે. જે પરિપત્રને આધિન તલાટી કમ મંત્રી દ્વારા વારસાઈ આંબો તૈયાર કરેલ છે. પરંતુ પોલીસ દ્વારા અરજદારના બદલે તલાટી કમ મંત્રીને દોષી ઠેરવેલ છે. જે યોગ્ય નથી.રાજ્ય સરકારના જાહેર હોદા ધરાવનાર જાહેર સેવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા બાબતે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગના પરિપત્ર વસફ/૧૮૨૦૧૫/ઓડી-૬/ન, સચિવાલય ગાંધીનગરના તારીખ- ૨/૦૨/૨૦૧૬ માં જે કર્મચારી વિરુદ્ધ તપાસ કરવાની હોય તેની સંપુર્ણ રીતે પુર્ણ ચકાસણી કરવાની રહે છે. તેવુ સ્પસ્ટ જણાવેલ છે. તેમ છતા તપાનીસ પોલીસ એજન્સીએ આ બાબતે કોઇ દરકાર લીધેલ નથી. તેવુ સ્પસ્ટ જણાય આવેલ છે તેમજ સરકારના ગૃહ વિભાગના પરિપત્ર વિરૂધ્ધની કામગીરી કરેલ છે તેવુ પણ સ્પસ્ટ જણાય આવેલ છે.આ બનાવમાં તલાટી કમ મંત્રી દ્વારા સરકારી નોકરીના ફરજના ભાગ રૂપે અરજદાર દ્વારા રજુ કરવામાં આવેલ સોંગદનામું, પંચો, વિગેરે - દસ્તાવેજી પુરાવાઓને આધારે વારસાઇ આંબો કાઢી આપવાની કામગીરી તલાટી કમ મંત્રી બી.ડી.ખોખર દ્વારા કરી આપવામાં આવેલ છે. ત્યારે આવા સંજોગોમાં તપાસનીસ પોલીસ એજન્સીએ સરકારમાં ફરજ બજાવતા કર્મચારીને સાહેદ તરીકે રાખીને તેમનું નિવેદન નોંધવું જોઇએ. તેના બદલે તેમને નિવેદન આપવાના બહાને બોલાવીને તેમની ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવેલ છે. જેથી આ બાબતે સરકારમાં રીપોર્ટ કરી અમોને સરકારી ફરજની કામગીરીમાં પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક અસરથી નિવારણ આવે તેવી માંગ છે.