મોરબી : મોરબીમાં વિવિધ વિસ્તારોમાં આવતીકાલ તા. 30-7-2025 ને બુધવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં શહેર પેટા -02 વિભાગ હેઠળના પરશુરામ ફીડરમાં આવતા શ્રીમદ્ સોસાયટી, રાજ સોસાયટી, અનુપમ સોસાયટી, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં સવારે 7 થી બપોરના 3 કલાક સુધી વીજકાપ રહેશે. તેમજ મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા હરિપર જેજીવાય ફીડરમાં આવતા ગામો જુના સાદુળકા, નવા સાદુળકા, લક્ષ્મીનગર, ભરતનગર તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં સવારે 8 થી બપોરના 4 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.