મ્યુનિસિપલ કમિશનરે પોતાના પેટ ડોગની નોંધણી કરાવી શહેરીજનોને પણ નોંધણી માટે કરી પહેલ મોરબી : મોરબી શહેરમાં હવે પાલતું શ્વાન રાખવા માટે ફરજીયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જેથી જે લોકો પાસે શ્વાન છે તેઓને જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજિસ્ટ્રેશન કરાવી લેવા મહાપાલિકાએ અપીલ કરી છે. આ અંગે ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવાયું છે કે મોરબી શહેરની હદમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટડોગ)ના માલિકોને જણાવવાનું કે, નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના નિર્દેશનો, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની વખતોવખતની ગાઈડ લાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ) નું રજીસ્ટ્રેશન ફરજિયાત છે. જેથી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાણીરંજાડ અંકુશ શાખામા જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરી પ્રતિ પાલતુ શ્વાન (પેટ ડોગ) નોંધણી ફી રૂા. ૨૦૦/- ની ચુકવણી કરી નોંધણી કરાવવી ફરજિયાત બનેલ છે. મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા પોતાના પેટ ડોગનું પણ રજિસ્ટ્રેશન કરાવી ડોગ રજીસ્ટ્રેશન પ્રક્રિયાની પહેલ કરવામાં આવી છે.રજિસ્ટ્રેશન માટેના ડોક્યુમેન્ટ 1. અરજદારનું આધાર કાર્ડ / ચુંટણી કાર્ડ2. અરજદારનું ટેક્ષ બિલ, અરજદારનુ લાઇટ બિલ3. અરજદારનો ફોટોગ્રાફ, પાલતુ શ્વાન (પેટ ડોગ)નો ફોટોગ્રાફ, પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખવાના સ્થળનો ફોટોગ્રાફ