મોરબી : હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે, અમેરિકાના ન્યુ જર્સી રાજ્યના પાર્સીપ્પનીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભક્તો દ્વારા ભોલેનાથ શિવજીનું ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. તેમજ ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક અને દુગ્ધાભિષેક કર્યો હતો. મોરબી સહિત ગુજરાતના અનેક શહેરોમાંથી આવેલા ભક્તોએ આ પવિત્ર અવસરે શિવજીની ઉપાસના કરી. પરદેશમાં હોવા છતાં, આ ભક્તોએ પોતાની ધાર્મિક આસ્થા અને સંસ્કૃતિને જાળવી રાખી છે.