મોરબી: આવતીકાલે તારીખ 30 જુલાઈ 2025 ને બુધવારના રોજ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ વિસ્તારોમાં GETCO દ્વારા મેઇન્ટનન્સ ની કામગીરીના કારણે વિજપુરવઠો સવારે 8:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં કાલિકા નગર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી આલ્ફા, ડોનેટો , ગજાનંદ Jgy, ગ્રેફોન, લેક્સસ, સેઝોન,શુભ, રોલટાસ તથા કૈલાસ ખેતીવાડી ફીડરમાં પાવર સપ્લાય બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજકાપ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.