વાંકાનેર : હાલ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. ત્યારે દર વર્ષની જેમ શ્રાવણ આ વર્ષે પણ મહિનાના પ્રથમ સોમવારના રોજ શ્રી દોશી કોલેજ વાંકાનેર દ્વારા ક્રોસકન્ટ્રી (10 કિલોમીટર) રનીંગનું આયોજન કરવામાં આવેલુ હતું. જેમાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ દરમ્યાન બધા જ વિદ્યાર્થીઓએ 10 કિલોમીટર રનીંગ પૂર્ણ કર્યું હતું. પ્રિન્સિપલ ડૉ. વાય. એમ. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ડોક્ટર વાય. એ. ચાવડા અને ડૉ. કોમલબેન અને ખ્યાતિબેન દ્વારા વિદ્યાર્થીઓ માટે 10 કિલોમીટર રનિંગનું ખૂબ સારું એવું આયોજન કરવામાં આવેલું હતું.