મોરબી : ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજ મોરબી જિલ્લા ઘટકના આગામી કાર્યક્રમના આયોજન માટે એક અગત્યની બેઠકનુંમ આયોજન આગામી તારીખ 2 ઓગસ્ટ ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે. આ બેઠક 2 ઓગસ્ટે બપોરે 3 વાગ્યે કબીર આશ્રમ રોહીદાસ પ્રા ખાતે યોજાશે. તો આ બેઠકમાં મોરબી ઘટકના સૌ કારોબારી સભ્ય, પૂર્વ હોદ્દેદારો અને સમાજના યુવાનો, વડીલોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પ્રમુખ રવિભાઈ કે. ધુમલ અને મહામંત્રી મહેન્દ્રભાઈ કાંટીયા દ્વારા જણાવાયું છે.