31 જુલાઈ થી 2 ઓગસ્ટ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજનમોરબી : મોરબીની બ્રહ્મપુરી સોસાયટીમાં નિર્માણ પામેલા શિવ મંદિરમાં ત્રિદિવસીય શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 31 જુલાઈ થી 2 ઓગસ્ટ સુધી ભવ્યાતિભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.પ્રતિષ્ઠા યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી આશિષકુમાર પી. શુકળ (મોરબી) બિરાજમાન થશે. મુખ્ય યજમાન પદે સંજયભાઈ રમણીકભાઈ ધોળકિયા અને મનીષાબેન સંજયભાઈ ધોળકિયા રહેશે. 2 ઓગસ્ટના રોજ સાંજે 7-30 કલાકે વાવડીના ઈશ્વરીયા મહાદેવ રોડ પર આવેલ પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.