મોરબી : મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા જીલોમ ઇન્ડ. ફીડર વિસ્તારમાં તા. 29-7-2025 મંગળવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે વિજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં જીલોમ ઇન્ડ. ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં સવારે 8 થી બપોરનાં 6 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.