ભારતીય પરંપરા અને શાસ્ત્રો પર આધારિત ફિલ્મ 'મહાવતાર નરસિમ્હા' જોવા જનતાને અનુરોધ કરાયો મોરબી : બોલિવૂડની ચકાચોંધથી અલગ, ભારતીય પરંપરા અને શાસ્ત્રો પર આધારિત ફિલ્મ 'મહાવતાર નરસિમ્હા' હાલમાં જ રિલીઝ થઈ છે, જેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. આ ફિલ્મને મોરબીના હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન)ના ભક્તો દ્વારા વિશેષ રીતે વધાવવામાં આવી છે.ઇસ્કોન મોરબીના આશરે 200 જેટલા ભક્તોએ એકસાથે 'મહાવતાર નરસિમ્હા' ફિલ્મ નિહાળી હતી. ફિલ્મના પ્રદર્શન પહેલાં, ભક્તો દ્વારા ભક્તિમય વાતાવરણમાં નરસિંહ આરતી અને હરિનામ કીર્તન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક મૂલ્યોને ખૂબ જ સચોટ રીતે રજૂ કરે છે. ભક્તોનો દ્રઢ મત છે કે મોરબીની દરેક જનતાએ આ શાસ્ત્ર આધારિત ફિલ્મને અવશ્ય જોવી જોઈએ. આ ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ આધ્યાત્મિક જ્ઞાન અને ભક્તિનો પણ અનુભવ કરાવે છે.