હળવદ : હળવદ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ભલગામડાં ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે.જે બાતમીને આધારે ગઈકાલે મોડી રાત્રે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાશ ભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન જુગાર રમી રહેલ આરોપી ભરત હેમુભાઈ ચૌહાણ અને રમેશ મહાદેવભાઈ દેત્રોજા રહે.બન્ને ભલગામડાં વાળાઓ રોકડા રૂપિયા 3980 સાથે તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.જ્યારે આરોપી (1) રમેશ ઉર્ફે પોપટ વજાભાઇ લીલાપરા (2) ધીરજભાઇ રાજુભાઇ દેત્રોજા (3) પ્રકાશભાઇ કેશાભાઇ દેત્રોજા (4) જગદિશભાઇ સિંધાભાઇ દેત્રોજા (5) નીલેશભાઇ ખુમાણભાઇ કાંજીયા (6) જીવણભાઇ છેલ્લાભાઇ ઉઘરેજા (7) લાલાભાઇ પ્રવિણભાઇ કુંભાર અને (8) ગણેશભાઇ સુરાભાઇ દેત્રોજા રહે.બધા ભલગામડા વાળાઓ નાસી જતા પોલીસે તમામને ફરાર જાહેર કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.