હળવદ : હળવદ -ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજની કારોબારી મિટિંગનું આયોજન હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સમાજમાં રહેલા કુરિવાજો પર અને વિધવા સહાય, શિક્ષણના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ મીટિંગમાં માર્ગદર્શક તરીકે ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબીનેટ મંત્રી આઈ. કે. જાડેજા તથા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રસિંહજી ઝાલાએ સમાજને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ હળવદ-ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજના પ્રમુખ દિગ્વિજયસિંહજી ઝાલાના અધ્યક્ષતામાં સફળ બન્યો હતો. જેમાં હળવદ તથા ધ્રાંગધ્રાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના આગેવાનો, યુવાનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા.