મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નવા સાદુળકા ગામે આરોપી મયુર ઉર્ફે વિપુલ મોહનભાઇ માણસૂરિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડના બિયરના આઠ ટીન કિંમત રૂપિયા 1560 મળી આવ્યા હતા. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપી મયુરને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.