મોરબી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી તાલુકાના સોખડા ગામે ભવ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોખડા ગામ સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ સાથે જ સંગઠનથી માહિતગાર કરી સંગઠન વિશે માર્ગદર્શન પૂરું પડ્યું હતું અને આવનારા દિવસોમાં મોરબી જિલ્લાના તમામ ગામોમાં ઠાકોર સેના સંગઠન વધુમાં વધુ મજબુત થાય એવા પ્રયત્નો સાથે કામગીરી કરી શિક્ષણ તેમજ વ્યસન મુક્ત સાથે સમાજ વાડીની પ્રક્રિયાની કામગીરી હાથ ધરી હતી. તેમજ આવનારા દિવસોમાં મોરબી જિલ્લામાં મોટા આયોજનની તૈયારી ચુવાળીયા ઠાકોર સમાજ મોરબી જિલ્લા પ્રમુખ હિમંતભાઈ ઘોઘાભાઈ સુરેલા, ઠાકોર સેના મોરબી શહેર પ્રમુખ યોગેશભાઈ ઉઘરેજા, ઠાકોર સેના મોરબી તાલુકા ઉપ પ્રમુખ વિજયભાઈ દેગામા, ઠાકોર સેના મોરબી જિલ્લા કાર્યકર્તા જીતુભાઈ પરમાર, મોરબી શહેર ઉપ પ્રમુખ અમિતભાઈ ભીમાણી, મોરબી શહેર મહામંત્રી મનીષભાઈ સાલાણી, મોરબી શહેર સોશ્યલ મીડિયા સેલ મહેશભાઈ ઠાકોર, મકનસર ગામ સમિતિ મોતીજી ઠાકોર હાજર રહ્યાં હતા. સાથે સોખડા ગામ સમિતિના હોદ્દેદારો કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.