કન્ટેનર યાર્ડ બને તે પહેલાં રોડ પહોળો બનાવી, તળાવ પાસે દીવાલ બનાવવાની માંગમોરબી : મોરબીનો જુનો રફાળેશ્વર રોડ સાંકડો અને બિસ્માર હોવાના કારણે અહીં અવાર નવાર અકસ્માતો સર્જાઈ છે. આજે પણ એક ટ્રક પલ્ટી મારી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા છે. જેના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અહીંથી મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર હોય વાહનચાલકોને હાલાકી પડી રહી છે. વધુમાં અહીં કન્ટેનર યાર્ડ પણ શરૂ થવાનું છે. ત્યારે આ રોડ નવો અને પહોળો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. વધુમાં અહીં તળાવ કાંઠે દીવાલ પણ બનાવવામાં આવે તેવી પણ માંગ છે.