મોરબી : ભરતનગર પ્રાથમિક શાળા ખાતે બેકલેસ શનિવાર અંતર્ગત પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બાળકો દ્વારા દેવાધી દેવ મહાદેવની માટીમાંથી અદભુત કલાકૃતિ બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ માટીમાંથી પોતાની આવડત પ્રમાણે શિવલિંગ અને શિવજીની પ્રતિમા બનાવી હતી. સાથે ફૂલોનો શણગાર પણ કર્યો હતો. જેમાં બાળકોના વાલીઓ તથા શિક્ષકોએ પણ ખૂબ સહકાર આપ્યો હતો.