મોરબી : મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 28-7-2025ને સોમવારના રોજ સનોરા ઇન્ડ. ફીડરમાં આવતા વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરી માટે વિજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં સનોરા ઇન્ડ. ફીડરમાં આવતા કાંતિનગર, જનકપૂરી સોસાયટી, શક્તિનગર, તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં સવારે 8થી બપોરનાં 4 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.