રાજકોટ: રાજકોટ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા ભારતી કાર્યાલયમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન મહત્વપૂર્ણ નિમણૂકો કરવામાં આવી હતી. જેમાં કમલભાઈ અશોકભાઈ દવેને વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગના સહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભાવિકભાઈ ભટ્ટને સૌરાષ્ટ્ર પ્રાંત વિમર્શ સહપ્રમુખ અને મોરબી જિલ્લા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠકમાં VHPના ક્ષેત્રીય પાલક તથા કેન્દ્રીય સહમંત્રી ગોપાલજી, કેન્દ્રીય સહમંત્રી તથા અખિલ ભારતીય સેવા સહપ્રમુખ આનંદજી હરબોલાજી, ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રીરંગ રાજેજી અને સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી દેવજીભાઈ મિયાત્રા ઉપસ્થિત રહ્યા હતા.