ટારોટ રાશિફળ (27 જુલાઈથી 2 ઓગસ્ટ), શું તમારું હૃદય કંઈક જાણવા માંગે છે? તમારી રાશિ માટે કાર્ડ શું કહે છે, વાંચો...Aries (મેષ) : Queen of Cupsઆ અઠવાડિયે તમે લાગણીઓથી ભરાવદાર રહેશો. લોકો માટે તમે સહાનુભૂતિનો સ્ત્રોત બનશો. સંબંધોમાં ઊંડાણ આવશે. હૃદયની અંદર છુપાયેલી માફી અને પ્રેમની ભાવનાઓ બહાર આવવા તૈયાર છે.ક્યારેક અશ્રુ પણ શક્તિનું સ્વરૂપ હોય છે...Taurus (વૃષભ) : 4 of Swordsઆ સમય આરામ અને આંતરિક શાંતિ માટે અનુકૂળ છે. તમારું શરીર અને મન બંને વિરામ માગે છે. જુના ઘાવો ધીરે ધીરે ભરી રહ્યા છે. ધીમી ગતિમાં પણ આશીર્વાદ છુપાયેલા છે.અન્તરની શાંતિ જ સત્ય sathe જોડાવાનું મૌન દ્વાર છે...Gemini (મિથુન) : 3 of Cupsમિત્રો અને આત્મીય સંબંધો સાથે આનંદદાયક ક્ષણો આવશે. જૂના સંબંધો ફરી જીવી ઉઠશે. ઉત્સવનો માહોલ તમારી આસપાસ રહેશે. કોઈ શુભ સમાચાર મનમાં આનંદ ફેલાવશે.જ્યાં હાસ્ય છે, ત્યાં ઈશ્વર પણ હસે છે...Cancer (કર્ક) : King of Pentaclesઆર્થિક સ્થિરતા અને જવાબદારી સાથે તમે પરિવારમાં આધારરૂપ થશો. તમારા પર વિશ્વાસ અને સદબુદ્ધિ રહેશે. વ્યવસાય અને પરિવારમાં તમે સંતુલન લાવશો.હૃદયથી વટાવેલા નિર્ણયો જીવનમાં શાંતિ લાવે છે...Leo (સિંહ) : 7 of Pentaclesપ્રયત્નોનું પરિણામ થોડી વિલંબથી મળશે, પણ મળે તે ઋણાતીત હશે. ધીરજ જ તમારું અમૂલ્ય શસ્ત્ર છે. શ્રમ વિના સિદ્ધિ નહીં મળે, પણ શ્રમમાટે શાંતિ મળે એ મોટું છે.જ્યારે રાહ લાંબી લાગે છે, ત્યારે વિશ્વાસ તરંગ છે...Virgo (કન્યા) : The Medicineતમારું ધ્યાન શરીર અને મનની સારવાર તરફ ખેંચાશે. વૈકલ્પિક ઉપચાર કે આધ્યાત્મિક પ્રેક્ટિસોથી આરામ મળશે. તમારું આંતરિક તત્વ તમારું માર્ગદર્શક બને છે.સાચું આરોગ્ય તે છે જ્યાં આત્મા પણ શાંતિ અનુભવેછે...Libra (તુલા) : Queen of Pentaclesઆર્થિક રીતે સ્તિરતા અને સંબંધોમાં સાથ મળશે. તમે દયાળુ પણ વ્યવહારુ રીતે ફાયદાકારક રહેશે. ઘરના દરેક સભ્ય માટે તમે એક આશરો બની જશો.જ્યાં પ્રેમ અને વ્યવસ્થા મળે છે, ત્યાં સ્વર્ગ ઘર બને છે...Scorpio (વૃશ્ચિક) : The Devilકોઈ દબાણ કે લતમાંથી મુક્ત થવાનો સમય છે. જૂના બંધન તોડીને આગળ વધો. તમારું સત્ય ભયથી મોટું છે. આત્મવિશ્વાસ તમારી વાસ્તવિક શક્તિ છે.બંધન તૂટે ત્યારે આત્મા ઉડી શકે છે...Sagittarius (ધન) : 7 of Pentacles (Reverse)તમે થાક અનુભવી રહ્યા છો, કારણ કે મહેનતનું પરિણામ નહોતું મળતું. પણ આ વિલંબ તમારી તૈયારી વધારે છે. ઈશ્વર યોગ્ય સમયે આપે છે – શ્રેષ્ઠરૂપે.જ્યારે કશું જ નહિ થાય એવું લાગે, ત્યાંથી શરૂ થાય Ishwar કૃપા...Capricorn (મકર) : 10 of Wandsકાંધ પર ઘણો ભાર છે, પણ હવે વહેંચવાની જરૂર છે. દરેક જવાબદારી તમારે એકલાએ ઉઠાવવાની નથી. સહારો માંગવો કમજોર નથી.હળવાશમાં પણ શક્તિ હોય છે, બસ ઓળખવાની જરૂર છે...Aquarius (કુંભ) : Wheel of Fortuneનસીબના પાના ફરી રહ્યા છે. બદલાવ આવે એ જીવન છે, પરંતુ એ બદલાવમાં પણ દિશા છુપાયેલી છે. એ ક્ષણ આવશે, જે બધું બદલી નાખશે.સમય ફરતો રહે છે, પણ મર્મ એ છે – તમે કેવી રીતે ચાલો છો...Pisces (મીન) : Page of Pentacles (Reverse)તમારું મન અસ્વસ્થ અને અસંયમિત અનુભવી શકે છે. નવું શીખવું છે તો એકાગ્રતા જરૂરી છે. ભટકાવા નહીં દો તમારું ધ્યાન.એક લાગણીશીલ મન જ સૌથી ઊંડું શીખે છે...વ્યક્તિગત ટારોટ રીડિંગ માટે Instagram પર સંપર્ક કરો: www.instagram.com/khyatihiranandani?igsh=MWNvOXQ3NzRiNzc2Mw==Website: soulsjourney.co.in/લેખક : KhyatiAstrologer & Spiritual Guide.