મોરબી : મોરબીમાં શ્રાવણ મહિનાના પ્રારંભે જ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. જેમાં મોરબીના સામાકાંઠે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિરે પણ વહેલી સવારથી લોકોએ ભગવાન શિવના દર્શન કરી, દૂધ અને બીલીપત્રનો અભિષેક કર્યો હતો. અને આ મંદિર પરિસરમાં આ વર્ષે 15 ફૂટ ઉંચી આદિ યોગીની મૂર્તિ બનાવી છે. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે અને લોકો આદિયોગીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે