મોરબી : રવાપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો માટે રમત-ગમતનું મેદાન આપવા બાબતે મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ લલિતભાઈ ચતુરભાઈ કાસુન્દ્રા દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, રવાપર ગામની પ્રાથમિક શાળામાં અંદાજીત 350 થી 400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં બાળકોને રમવા માટે મેદાનની કોઈ પણ વ્યવસ્થા નથી. તો રવાપરની પ્રાથમિક શાળાને તાત્કાલિક જગ્યા ફાળવવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત રવાપર ગ્રામપંચાયતે નાનો બગીચો બનાવી આપ્યો હતો તે પણ કપાતમાં આવી ગયો હોવાનું જણાવવામાં આવ્યું છે.