મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શનાળા જુના ગામમાં ઇન્દિરા વાસ વિસ્તારમાં આરોપી અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલાના રહેણાંકમાં દરોડો પાડી બ્લેન્ડર્સ પ્રાઇડ, બેલેન્ટાઈન સ્કોચ અને જોની વોકર રેડ લેબલ દારૂની આઠ બોટલ ઝડપી લઈ કુલ રૂપિયા 23,430નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.