મોરબી : તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ 61મી ગુજરાત સ્ટેટ રાયફલ પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થી મૂળ નાનીવાવડી ગામના વતની હાલ મોરબીના વાસુ રમેશભાઈ રૂપાલાએ ગુજરાત લેવલની રાયફલ પિસ્તોલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સ્ટેટ લેવલ પિસ્તોલ ચેમ્પિયનશિપમાં વાસુ રૂપાલાએ 50 મીટર પિસ્તોલ NR.માં ગોલ્ડ મેડલ, 25 મીટર સેન્ટર ફાયાર પિસ્તોલમાં સિલ્વર મેડલ, 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ મેનમાં બ્રોન્ઝ મેડલ, 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ NR માં સિલ્વર મેડલ મેળવ્યો છે. આમ ગુજરાત લેવલની કોમ્પિટેશનમાં ચાર મેડલ મેળવી વાસુ રૂપાલાએ પી.જી. પટેલ કોલેજ, રૂપાલા પરિવાર તેમજ મોરબી જિલ્લાનું ગુજરાતમાં નામ રોશન કર્યું છે. વાસુને આ સિદ્ધિ બદલ મિત્ર વર્તુળ, પી.જી. પટેલ કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા, જતિનભાઈ આદ્રોજા, આચાર્ય ડૉ. રવિન્દ્રભાઈ ભટ્ટ, કોલેજ સ્ટાફ તેમજ કોલેજ વિદ્યાર્થી મિત્રો દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી.