મોરબી : મોરબીની શ્રી નાની વાવડી કન્યા તાલુકા શાળામાં ભારત વિકાસ પરિષદ-મોરબી તથા IMA (Indian Medical Association) દ્રારા તા. 25-7-2025ને શુક્રવારનાં રોજ ધોરણ 6 થી 8ની કુમારિકાઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ તથા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમોમાંમાં ડૉ. પ્રકાશભાઈ વિડજા (પ્રિ-ક્યોર લેબોરેટરી) અને તેમની ટીમ દ્રારા બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા તથા ડો. ચિરાગ અઘરા અને ડૉ. જયેશ પનારા દ્વારા હેલ્થ, હાઈજીન અને સ્વછતાની માહિતી આપવામાં આવી. આ કેમ્પમાં જે કુમારિકાઓને હિમોગ્લોબિનની ઉણપ જણાશે એમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે. કાર્યક્રમ બાદ તમામ દીકરીઓને શિંગ અને રેવડીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષિકા બહેન ધર્મિષ્ઠાબેન જગોદણા અને વિનોદભાઈ મકવાણાએ અને શાળાના આચાર્ય તથા તમામ શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.