મોરબી : મોરબીમાં સ્વચ્છતાના દાવાઓ વચ્ચે શહેરના પરશુરામ પોટરીથી જિલ્લા સેવા સદન તરફ જતા રસ્તા પર આવેલી નોબલ કિડ્સ સ્કૂલના વપાસે કચરાના મોટા ઢગલા જોવા મળ્યા છે. આ કચરાના ઢગલામાં દારૂની ખાલી બોટલો પણ જોવા મળી હતી. એક તરફ મહાનગરપાલિકા દ્વારા દુકાનો અને અન્ય સ્થળોએ સહેજ પણ કચરો જોવા મળે તો દંડ વસૂલવામાં આવે છે, ત્યારે જાહેર માર્ગ પરના કચરાના આ ઢગલા તાત્કાલિક દૂર કરવા માટે લોક માંગ ઉઠી છે.