બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનો સામે કાર્યવાહી શરૂમોરબી : મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજથી ચાર દિવસની ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મોરબી શહેરમાં વિવિધ પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા આજથી વાહન ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ તા.29 સુધી ચાલવાની છે. જેમાં ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ ન હોવી, બ્લેક ફિલ્મ તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીમાં પીએસઆઇ ડી.બી. ઠક્કર સહિતની ટિમ રોકાયેલ છે.