મોરબી : આજ રોજ તા. 25-7-2025 એટલે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે, બાંધકામ વિભાગ રાજકોટ કચેરીના માર્ગદર્શન હેઠળ, જેટકો બાંધકામ પેટા કચેરી ( ઇલેકટ્રીકલ ) અને (સિવીલ) સબ ડિવીઝન મોરબીના સ્ટાફ દ્વારા “એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત આજે સૂચિત 66kV શક્ત શનાળ ખાતે આવેલ સબ-સ્ટેશનના પરિસરમાં કુલ 15 રોપાઓનું વાવેતર કરીને તેમના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.'માતાના નામે એક વૃક્ષ' અભિયાન ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં, પૃથ્વીનું તાપમાન ઘટાડવામાં, ભૂગર્ભજળનું સ્તર વધારવામાં અને પ્રદૂષણ નિયંત્રણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા સક્ષમ બનશે તેમાં કોઈ શંકા નથી. વૃક્ષારોપણના આ કાયઁક્રમને સફળ બનાવવા માટે નાયબ ઇજનેર જે.એમ. વિરમગામા ( બાંધકામ), જુનિયર ઇજનેર સિવીલ એન. સી. બરાસરા તથા જુનિયર ઇજનેર સી. ડી. ધરોડીયા અને સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.