અગાઉ 30 જુનથી આ ટ્રેનની સેવા બંધ કરી દેવામાં આવી હતીરાજકોટ : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ભુજ વચ્ચે ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનનું બુકીંગ આવતીકાલ તા. 26 જુલાઈ 2025થી શરૂ થશે. ટ્રેન નંબર 09545 રાજકોટ-ભુજ સ્પેશિયલ 29 જુલાઈ, 2025 થી 27 સપ્ટેમ્બર 2025 સુધી રાજકોટથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાત્રે 10:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 5 કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે, રિટર્ન માં ટ્રેન નંબર 09546 ભુજ-રાજકોટ સ્પેશિયલ 30 જુલાઈ 2025 થી 28 સપ્ટેમ્બર 2025 સુધી ભુજથી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે રાત્રે 11:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 5:50 કલાકે રાજકોટ પહોંચશે.આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં મોરબી, દહિંસરા, માળિયા-મિયાણા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી ૨ ટિયર, એસી ૩ ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.ટ્રેન નંબર 09546 / 09545 માટેનું બુકિંગ ૨૬ જુલાઈ 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી (IRCTC) વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને કોચની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે, આ ટ્રેન પહેલા ચાલુ હતી જે ત્રણ મહિના સુધી ચાલી હતી અને 30 જૂને બંધ થઇ હતી.