વુમન્સ વેર, ઈમિટેશન, જ્વેલરી, કોસ્મેટિક, ચિલ્ડ્રન વેર, હેન્ડલુમ, હેન્ડીક્રાફ્ટ સહિતની વસ્તુઓના સ્ટોલ : ફ્રી એન્ટ્રીમોરબી : પ્રજાપતિ મહિલા ગ્રુપ દ્વારા તારીખ 26 અને 27 જુલાઈના રોજ મોરબીમાં એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સો-ઓરડી સ્થિત વરિયા મંદિર ખાતે પ્રજાપતિ એક્ઝિબિશન કમ સેલ યોજાશે.26 અને 27 જુલાઈના રોજ વરિયા મંદિર ખાતે સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી આ એક્ઝિબિશન ચાલશે. આ એક્ઝિબિશનમાં બન્ને દિવસ ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. આ એક્ઝિબિઝનમાં વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવશે. જેમાં ડ્રેસ મટીરિયલ્સ, ખાદી કુર્તી, ફેન્સી ચપ્પલ, સાડી, કોટસેટ, હોઝીયરી, હર્બલકેર, ચિલ્ડ્રનવેર, ઈમિટેશન, જ્વેલરી, કોસ્મેટીક, કુર્તી, વન-પીસ, ફૂલ છોડ, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમ વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવશે. સ્ટોલ બુકિંગ માટે મો.નં. 99093 82382 અને 80002 81700 પર સંપર્ક કરવા જણાવાયું છે અને આ એક્ઝિબિશનનો લાભ લેવા સૌને આમંત્રણ પાઠવાયું છે.