મોરબી : આજરોજ હળવદ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ટીબીના 20 જરૂરિયાતમંદ દર્દીઓને પૌષ્ટિક રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ છેલ્લા 6 મહિનાથી દર મહિને વિતરણ કરવામાં આવે છે. જેથી ટીબીના દર્દીઓ દવાની સાથે પૌષ્ટિક આહાર લઈ શકે તેવા શુભ ઉદેશ્યથી આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે.આ કીટ વિતરણ પછી દર્દીઓ પૌષ્ટિક આહાર અને દવા લેવાથી 5 થી 8 કિલો સુધી વજનમાં પણ વધારો થયો છે. આ કીટ વિતરણ હજુ આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે જેથી ટીબીના દર્દીઓને જરૂરી પોષણ યુક્ત આહાર મળી રહેશે જેથી તેઓ ઝડપથી સ્વસ્થ થશે. ત્યારે એલ.એસ. મેમોરિયલ ફાઉન્ડેશનના ગટોરભાઈ ગોહિલ અને તેમની ટીમનો આ ભગીરથ કાર્ય બદલ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચિંતન દોશી અને શહેર ભાજપ પ્રમુખ તપન દવે સહિતનાઓએ આભાર વ્યક્ત કર્યો હતો.