હળવદ : હળવદના ગઈકાલથી 10 દિવસનો લોકમેળો શરૂ થયો છે. જો કે આ મેળાની મંજૂરી લેવામાં આવી ન હોય પ્રાંત અધિકારીએ સૂચના આપતા મામલતદારે મેળો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં દશા માના મંદિર પાછળ વિનોબાભાવે ગ્રાઉન્ડ આવેલું છે. જ્યાં દર વર્ષે દશા માના વ્રત નિમિતે 10 દિવસનો લોકમેળો યોજાઈ છે. આ લોકમેળાનો ગઈકાલથી પ્રારંભ થયો છે. જો કે આ મેળાની મંજૂરી લેવામાં આવી ન હોય પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેથી મામલતદાર અલ્કેશ ભટ્ટ દ્વારા મેળાના આયોજકોને મંજૂરી ન મળે ત્યાં સુધી મેળો શરૂ ન કરવાનો આદેશ આપ્યો હોવાનું તેઓએ જણાવ્યું છે.