વાંકાનેર : વાંકાનેર તાલુકાની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ પટેલે સ્વર્ગસ્થ પિતાજીની 11મી તિથિ નિમિત્તે આજે શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી હતી તથા દાબેલીનો ભરપેટ નાસ્તો કરાવ્યો હતો. મહત્વનું છે કે, ધર્મેશભાઈ પટેલ ગણિત વિજ્ઞાનના શિક્ષક છે અને તેઓ પ્રકૃતિપ્રેમી, પર્યાવરણ પ્રેમી અને પ્રાણીપ્રેમી છે. જે વર્ષોથી શાળાની આજુબાજુ તથા રસ્તામાં ભટકતા અબોલ જીવોને લાડવા, બિસ્કીટ ખવડાવી પોતાનું ઋણ અદા કરે છે અને સમાજને નવો રાહ ચીંધે છે.