ડ્રગ્સ વિરોધી જાગૃતિ માટે સ્કાય મોલ ખાતે આજે રાત્રે ૯:૦૦ કલાકે કાર્યક્રમ યોજાશે મોરબી: મોરબીના યુવાનોમાં ડ્રગ્સનું દુષણ દૂર કરવા અને તેનાથી થતા નુકસાન અંગે સામાજિક જાગૃતિ લાવવાના હેતુથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 'Social Act' (ફ્લેશ મોબ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પારિવારિક ભાવના જાગૃત કરતી ગુજરાતી ફિલ્મ 'સંઘવી એન્ડ સન્સ'ના પ્રમોશન માટે સુવિખ્યાત અભિનેત્રી કોમલ ઠક્કર ખાસ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમનું આયોજન આજે રાત્રે ૯:૦૦ કલાકે મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાય મોલ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના ડો. દેવેન રબારી દ્વારા તમામ મિત્રોને આ કાર્યક્રમમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.