મોરબી : પુષ્પ નક્ષત્ર તા. 25-7-2025 ને શુક્રવારના રોજ સવારે 9 થી 11 કલાક દરમ્યાન શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી વરિયા બોર્ડિંગ, સો ઓરડી મેઈન રોડ, મોરબી 2 ખાતે નિશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા ઉંમર 0 થી 15 વર્ષ સુધીના બાળકોને ટીપાં પીવડાવવા માટે પધારવા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે 9825542205 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.