અગ્નિશમન શાખા દ્વારા એક હોસ્પિટલ અને ત્રણ શાળાઓમાં ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાઈમોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા 15 થી 21 જુલાઈ, 2025 દરમિયાન શહેરમાં ફાયર સેફ્ટી અને અગ્નિશમન પ્રત્યે જાગૃતિ લાવવા વ્યાપક અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન અંતર્ગત, એક હોસ્પિટલના 8 કર્મચારીઓ અને ત્રણ શાળાઓના 1070 વિદ્યાર્થીઓને ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાઈ. સાથે જ, સમાજવાડીઓ, કોમ્પ્લેક્સ અને ઔદ્યોગિક એકમો સહિતની વિવિધ ઇમારતોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી. તપાસ દરમિયાન, ફાયર NOC ન ધરાવતી 37 ઇમારતોને નોટિસ ફટકારી આવશ્યક સૂચનો અને માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવી.આ પહેલનો મુખ્ય હેતુ મોરબીના લોકોને ફાયર સેફ્ટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવો અને કટોકટીના સમયે અગ્નિશમન શાખાનો સંપર્ક કરીને જાનમાલનું રક્ષણ કરવાનો છે. કોઈપણ આગ સંબંધિત કટોકટીમાં, નાગરિકો મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો 02822 230050, 101, અથવા 112 પર સંપર્ક કરી શકે છે.