મોરબી જીલ્લા પોલીસે અસામાજિક તત્વો વિરૂદ્ધ કરેલી કાર્યવાહી અને SITએ ફસાયેલી રકમ પરત અપાવવાની કરેલી કામગીરીને લોકોએ અત્યારે બિરદાવી છે : ગૃહમંત્રી મોરબી : મોરબીમાં આજે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અરજદારોને સાંભળ્યા હતા. બાદમાં તેઓએ વિગતો આપતા કહ્યું કે તેઓએ 52થી વધુ અરજદરોને સાંભળ્યા હતા અને ઘણી સમસ્યાઓનો સ્થળ ઉપર જ નિકાલ કરી દેવામાં આવ્યો હતો. આ અંગે વિસ્તૃત વિગતો આપતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મોરબીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પત્રો લખવામાં આવ્યા હોય તેમજ અરજદારોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોય તેવા 52થી વધુ અરજદારોને આજે એસપી કચેરીએ અઢી કલાક દરમિયાન સાંભળ્યા હતા. અનેક લોકોની સમસ્યાઓનો નિકાલ સ્થળ પર જ આવ્યો છે. જે પ્રશ્નો રેવન્યુ સાથે જોડાયેલા હતા. તેને મુખ્યમંત્રીના જન સંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્ય અને સાંસદને તેમાં મદદરૂપ થાય તેવું આયોજન કરાયું છે. મોરબી જિલ્લા પોલીસે છેલ્લા 125 દિવસમાં અસામાજિક તત્વો વિરુદ્ધ એક પછી એક પગલા લીધા છે તે બદલ અનેક લોકોએ આભાર માન્યો છે. એસઆઇટીના માધ્યમથી નાના વેપારીઓની ફસાયેલી રકમ ઝડપથી પરત મળી રહી છે. તેઓએ પણ પોલીસનો આભાર માન્યો છેગૃહમંત્રીએ પીઆઇ દ્વારા ખોટી જુગાર રેડ મામલે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ આરોપ લગાડે તો આરોપ મામલે તપાસ થાય છે. મે 15 મિનિટ સુધી તે અરજદાર સાંભળી એક- એક વસ્તુની નોંધ લીધી છે. અરજદારોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે હું અહીં તેમને સાંભળવા માટે જ આવ્યો છું.