મોરબી : તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયાના માર્ગદર્શન હેઠળ લાલપર મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવીયા અને લાલપર હેલ્થ સુપરવાઈઝર દિપકભાઈ વ્યાસ દ્વારા જુલાઈ ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગપ્પી ગમ્બુસીયા માછલીનું નિદર્શન અને જળાશયોમાં મૂકવામાં આવી હતી.આ ઉપરાંત સગર્ભા બહેનોને સલામત અને સરળ પ્રસૂતિ થાય તે માટે સ્પેશ્યલ યોગા સેશન કરવામાં આવ્યું હતું. સ્ક્રીનીંગ, તમામ રિપોર્ટ અને જરૂરી સોનોગ્રાફી માટેના ફોર્મ તથા દરેક સગર્ભા બહેનોને સલામત રીતે માતૃત્વ ધારણ કરે તે માટેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં પાણીજન્ય રોગચાળો, વાહકજન્ય રોગચાળો અને આ રોગચારો ન ફેલાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ સાહેબની સૂચના અનુસાર દરેક ગ્રામ પંચાયતમાં લેટર બજવણી 'વરસાદ પછી ટાળો, ફેલાતો રોગચાળો' નો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. સ્ટાફ નર્સ પાયલબેન સારેસા દ્રારા પી.એચ.સી. પર ડીલવરી કરાવામાં આવે છે. તથા તમામ સ્ટાફ દ્રારા સઘન સર્વેલન્સ કરવામાં આવે છે.