આરોપી સાગરનો મોબાઈલ કબ્જે લેવાયો, આવતીકાલથી સઘન પૂછપરછ શરૂ કરાશેમોરબી : મોરબીના ચકચારી વજેપર રેવન્યુ સર્વે નંબર 602ની કરોડોની કિંમતી ખેતીની જમીન ગેરકાયદેસર રીતે વારસાઈ નોંધ કરાવી બાદમાં દસ્તાવેજ કરી પચાવી પાડવાના પ્રકરણમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મહિલા આરોપીને એક દિવસના તથા અન્ય આરોપીને 4 દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વજેપરમાં સર્વે નંબર-૬૦૨ની જમીનમા બોગસ ડોક્યુમેન્ટના આધારે વારસાઈ નોંધ કરાવી હડપ કરવા મામલે મોરબી શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં શાંતાબહેન મનજીભાઈ પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર અંબારામ ફુલતરિયા સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.જેમાં અગાઉ સીઆઇડી ક્રાઈમ દ્વારા આરોપી ભરત દેગામા અને હેતલ ભોરણીયાની ધરપકડ કરવામાં આવી હતી. સીઆઇડીના ડીવાયએસપી આર.એસ. પટેલ અને તેની ટીમે આ ગુનામાં મુખ્ય મહિલા આરોપી શાંતાબેન મનજીભાઇ પરમાર (ઉ.વ.70) રહે. લાભનગર, વેજીટેબલ રોડ, મોરબી અને સાગર નવઘણભાઇ સાવધાર (ઉ.વ.39) રહે. રબારીવાસ, મોરબીવાળાની ધરપકડ કરેલ છે અને આ બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા.જે અંગે વિગતો આપતા ડીવાયએસપી આર.એસ.પટેલે જણાવ્યું કે શાંતાબેન ભણેલા નથી. સાગર પાસેથી મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો છે. સાગરના 4 દિવસના એટલે કે તા.28 સુધીના રિમાન્ડ મંજુર થયા છે. જ્યારે શાંતાબેનના એક દિવસના એટલે કે આવતીકાલ સુધીમાં રિમાન્ડ મંજુર થયા છે. આવતીકાલથી સઘન પૂછપરછ કરવામાં આવશે.