મોરબી : ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે સાંજે મોરબીની મુલાકાતે પધાર્યા છે. તેઓનું એસપી કચેરી ખાતે પોલીસ અધિકારીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે. સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છ જિલ્લામાં ઉપસ્થિત રહીને અરજદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી તેઓ સાંજે 5:30 વાગ્યે મોરબીમાં એસપી કચેરી ખાતે પધાર્યા છે. અહીં પોલીસ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. અહીં તેઓ દ્વારા અરજદરોને સાંભળવામાં આવશે. ત્યારબાદ તેઓ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.