શહેરમાં ગ્રીન સ્પેસ વધારવા મોરબી મનપા દ્વારા કામગીરી કરાઈમોરબી : મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી શહેરની ગ્રીન સ્પેસ વધારવાના દ્રષ્ટિકોણથી વિવિધ નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં મોરબી શહેરના ગોકુલનગર વિસ્તારમાં નવા નિર્માણ પામેલા અર્બન હેલ્થ સેન્ટર નજીક સ્વસ્થ અને સુંદર પર્યાવરણીયા વાતાવરણ ઉભું કરવા માટે વૃક્ષારોપણ અને ગાર્ડનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. જેનાથી શહેરની જાહેર જનતાને નયનરમ્ય અને આરામદાયક વાતાવરણ મળી રહેશે. આ ગાર્ડન નિર્માણની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેનો લાભ સ્થાનિક નાગરિકો અને આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓ ઉઠાવી શકશે.આ ઉપરાંત શહેરના મુખ્ય જાહેર રસ્તાઓ ઉપર જ્યાં જ્યાં વૃક્ષોની શાકાઓ અથવા પાંદડાવાળી રૂકાવટ પ્રકાશમાં અડચણરૂપ બની રહી હતી તે સ્થળોએ યોગ્ય રીતે છાંટકામ કરીને રસ્તાની લાઈટિંગ સુવિધામાં સુધારો લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા આગામી સમયમાં શહેરની હરિયાળી અને સ્વચ્છતા માટે પ્રયત્નો કરવામાં આવશે.