મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટના જલાલચોકમા રહેતા આરોપી રેહાન ઇમરણભાઈ પલેજાના રહેણાંક મકાનમાં દરોડો પાડી 400 લીટર કિંમત રૂપિયા 80 હજારનો દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમાં દેશી દારૂનો આ જથ્થો આરોપી શાનબાજ આશીફ મીર રહે.ધ્રાંગધ્રા વાળા પાસેથી ખરીદ કર્યો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.