મોરબી : મોરબી ફોટો-વીડિયો એસોસિએશન દ્વારા આગામી તારીખ 27 જુલાઈ ને રવિવારના રોજ બપોરે 2 વાગ્યાથી 8 વાગ્યા સુધી પંચાસર રોડ પર આવેલા સત્યમ હોલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારંભમાં ફોટો-વીડિયો એસોસિએશન મોરબીના સભ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને વિવિધ પ્રોત્સાહક ઈનામો આપીને તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવશે.