માળિયા ફાટક પાસેના ઓવરબ્રિજની લાઈટો પણ બંધ હાલતમાંમોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક રોડ-રસ્તા અને બ્રિજ પર લગાવેલી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે મોરબી મહાનગરપાલિકા હેઠળના મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચાર રસ્તા સુધીના રોડ પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા હસ્તકના મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલા ઓવરબ્રિજની લાઈટો પણ બંધ હાલતમાં છે.આ લાઈટો ઘણા સમયથી બંધ હાલતમાં છે. જેના કારણે રાત્રિના સમયે અકસ્માતો સર્જાવાનો ભય ઉભો થયો છે. આ ઉપરાંત લાઈટો બંધ હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ત્યાંથી પસાર થવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે લોકો માગ કરી રહ્યા છે કે, મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચાર રસ્તા સુધીની લાઈટો અને માળિયા ફાટક પાસેના ઓવરબ્રિજ પરની લાઈટો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે.