મોરબી: મોરબી જીલ્લાનો નવલખી ફાટકથી નવલખી બંદર સુધીનો રોડ અતિ જર્જરીત હાલતમાં હોવાને લઈ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં રજુઆત કરી આ રોડ નવો બનાવી આપવા માટે રજૂઆત કરાય છે. રજૂઆતમાં જણાવાયુ છે કે આ રોડ અનેક નાના-મોટા ગામડાઓને જોડતો મુખ્ય હાઈવે છે. તેથી રોડની જર્જરીત હાલતના કારણે વાહનોના અકસ્માત થવાની પણ દહેશત છે. તેમજ આ અગાઉ ખરાબ રોડના કારણે અકસ્માત થવાના પણ બનાવો સામે આવેલ છે. હાલમાં વરસાદના કારણે હાઈવે ઉપર અમુક જગ્યાએ મસમોટા ખાડાઓ પડી ગયેલ છે. જેના કારણે વાહનોને મોટા પ્રમાણમાં નુકશાની થાય છે. જેથી નવલખી ફાટકથી નવલખી બંદર સુધીનો રોડ તાત્કાલીક ધોરણે બનાવી આપવા માંગ કરાઈ છે.