મોરબી : ક્રાંતિકારી સેના દ્વારા મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જન્મદિવસ નિમિત્તે આઝાદ પાર્ક ખાતે આવેલ ચંદ્રશેખર આઝાદની પ્રતિમાની સફાઈ કરી પ્રતિમાને ફૂલહાર કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. મહત્વનું છે કે, આજના યુવાનોને વિદેશી દિવસો જેવા કે, ટેડી ડે, પ્રોમીસ ડે વગેરે પશ્ચિમી સંસ્કૃતિના દિવસો યાદ હોય છે. પરંતુ જે 22-23 વર્ષના યુવાનોએ દેશ માટે પોતાના જીવ આપી દીધા તેમના દિવસો આજે કોઈને યાદ નથી, કે 10 મિનિટ યાદ કરવાનો સમય નથી. ત્યારે ક્રાંતિકારી સેના હંમેશા આવા દિવસોને યાદ કરે છે અને લોકોને પણ યાદ અપાવે છે.